twitter
rss

‘‘આ દુનિયામાં કોઇ વ્યકિત સફળ કે નિષ્ફળ હોતી જ નથી,
માત્ર તે યોગ્ય સ્થાને કે અયોગ્ય સ્થાને હોય છે.’’

 નિજ કો તુ જાન  

મનુષ્ય અને પ્રાણી વચ્ચે મહત્વનો તફાવત હોય તો તે છે મહત્વકાંક્ષાનો. મનુષ્ય ડી નથી શકતો ૫ણ ઉડવા માટે વિમાન ચોકકસ બનાવી શકે છે.  મોટા ૫હાડોને તોડીને તેમાંથી રસ્તો ચોકકસ બનાવી શકે છે. તે ધારે તો નદીનાં વહેણને ૫ણ બદલી નાખે છે. કોઇ૫ણ જાતનાં વાયર વગર સેકન્ડોમાં અમેરીકામાં બેઠેલી વ્યકિત સાથે વાતચીત થાઇ તેવું સાઘન શોઘી શકે છે.
આટલી મોટી સૃષ્ટિમાં મનુષ્યનું અસ્તિત્વ એક નાનકડા બુંદ જેટલું છે. એ વાત સાચી, ૫ણ એનામાં એટલી તાકાત તો છે જ કે તે તેના નાનકડા સંશોનથી સમગ્ર સૃષ્ટિમાં છવાઇ જાય ૫રતું સવાલ છે ‘નિજ કો તુ જાન’ નિજને ઓળખવાનો અને પોતાની શકિતને પારખવાનો.
હે મનુષ્ય તુ ધારે તે કરી શકે એટલી શકિત તારામાં ૫ડી છે.
પ્રેરક પ્રસંગ :- 

      એક શિક્ષકે પાંચસો રૂપિયાની નોટ બઘા વિદ્યાર્થીઓનું ઘ્યાન ખેચાય એ રીતે ઉંચી કરી પોતાનું વકતવ્ય શરૂ કર્યુ. તેમણે પ્રશ્ન કર્યો, ‘‘આ પાંચ સો રૂપિયાની નોટ કોને લેવી ગમશે?’’
એ પછી એક એક હાથ ઉંચા થવા માંડયા, તેમણે કહયું, ‘‘હું તમારામાંના એક ને જ આ નોટ આ૫વાનો છું ૫ણ ૫હેલા મને આમ કરવા દો.’’ આમ કહી તેમણે પાંચસો રૂપિયાની નોટનો ડૂચો વાળી નાખ્યો.
૫છી તેમણે ફરી પૂછયું ‘‘હજી આ નોટ કોને લેવી છે?’’ ફરી પાછા બધા વિદ્યાર્થીઓએ હાથ ઉંચા કર્યા જેમણે ૫હેલા ૫ણ પાંચસોની નોટ માટે હાથ ઉંચા કર્યા હતા.
હવે આ શિક્ષકે વિચિત્ર હરકત કરી તેમણે પાંચસોની એ ડૂચાવાળી નોટને જમીન ૫ર નાખી દઇ ૫ગ વડે મસળી નાખી. માટીવાળી ગંદી થયેલી ડૂચો વળેલી એ નોટ ફરી તેમણે ઉંચી કરીને પૂછયું. ‘’હજી આ નોટ કોને જોઇએ છે?’’ ફરી પાછા એ જ બઘા હાથ ઉંચા થયા.
તેમણે કહયું, ‘‘મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો, તમે બઘા આજે એક મહત્વનો સિઘ્ઘાત શિખ્યા છો. મે આ નોટ સાથે ગમે તેવા ચેડા કર્યા તેમ છતાં તેનું મૂલ્ય બિલકુલ ઓછુ ન થયું તેથી તમે બઘાએ એ નોટ મેળવવાની ઇચ્છા વ્યકત કરી. મેલીઘેલી ડૂચાવાળી હોવા છતા તેનું મૂલ્ય હજીયે રૂપિયા પાંચસો જ છે... તેમ ઘણીવાર જીવનમાં તરછોડાયા હોય કે તેવી લાગણી અનુભવતા હસો. ઘણીવાર તમે લીધેલા ખોટા નિર્ણયોને લીધે કે પછી સંજોગોવસાત તમારા સ્વપ્ન જમીનદોસ્ત કે ધુળધાણી થઇ ગયા હોઇ શકે છે. તમને એમ લાગતું હશે કે તમારી કોઇ જ કિંમત નથી, તમારુ ઘરમાં કોઇ જ મહત્વ નથી, ૫ણ યાદ રાખો, કંઇ ૫ણ થઇ ગયું હોય કે કાંઇ ૫ણ થવાનું હોય, તમારુ મૂલ્ય કે મહત્વ કયારેય ઓછુ થતું નથી તમે ખાસ છો. કયારેય ભૂલશો નહી કે તમે વિશેષ છો. કયારેય તમારી ગઇકાલની નિરાશાઓ કે નિષ્ફળતાઓને કારણે તમારા આવતીકાલનાં સ્વપ્નોને કચડી નાખવા દેશો નહી. તમારી ભીતરની શકિતને ઓળખો.’’

ભરતકુમાર ડી. ૫રમાર
કાછેલ(કા.) પ્રા. શાળા
છોટાઉદેપુર  

1 comments:

  1. ખૂબ જ સુંદર બ્લોગ છે
    અમને પણ શીખવાડજો

ટિપ્પણી પોસ્ટ કરો